આદરણીયશ્રી,
આ સાથે ગ્રામજીવન સ્વાવલંબન યાત્રા-2025 સંદર્ભે આવશ્યક સાહિત્ય સામગ્રીની ડ્રાઈવની લિંક આપને મોકલી રહ્યા છીએ. તેમાં મૂકેલ તમામ વિગતો આપને શાળા કાર્યક્રમ, કોઈ વહીવટી પત્રની જરૂરિયાત હોય તો તે, બેનરમાં શાળા/સંસ્થાનું નામ લખવા ઈચ્છો તો તેની સોફ્ટ કોપી, ગ્રામજીવન પદયાત્રા ગીત ઓડિયો અને વંદે માતરમ ગીત (ઓડિયો, શબ્દો, વિડીયો અને રચનાની વિગતો) આપને ઉપયોગી થશે. મહત્તમ વિગતો આપને આ સાથે મોકલી રહ્યા છીએ.
થોડા સમયમાં શાળામાં કરવાના એક કલાકના કાર્યક્રમનું સમયપત્રક પણ તેમાં મૂકી રહ્યા છીએ. બધાને ઉપયોગી એવી કોઈ વિગતો રહી ગયેલ હોય અને આપશ્રી અમારા ધ્યાનમાં લાવશો તો તેની પૂર્તતા કરવાનો નમ્ર પ્રયાસ અમે કરીશું.
ગાંધીજીએ 1920માં દેશભરમાં અસહકાર આંદોલનની શરૂઆત કરી હતી તેઓ અહિંસક લડતની સાથે દેશનું નવઘડતર કરવા ઈચ્છતા હતા અંગ્રેજી શિક્ષણના બહિષ્કાર સાથે ગાંધીજીએ રાષ્ટ્રીય વિદ્યાપીઠની સ્થાપના માટે સકારાત્મક વાતાવરણનું નિર્માણ કર્યું હતું. આના પરિણામે 18 ઓક્ટોબર 1920 માં ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી. ગુજરાત વિદ્યાપીઠ ને યુજીસીએ 1963થી ડિમ્ડ ટુ બી યુનિવર્સિટીનો દરજ્જો આપ્યો છે. દર વર્ષે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા સંસ્થાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સેવકો તેમજ વિદ્યાર્થીઓને સાંકળી ગ્રામજીવન યાત્રાનું આયોજન કરવામાં આવે છે ગત વર્ષે પ્રાકૃતિક ખેતી વિચારને ધ્યાનમાં રાખી ગુજરાતમાં 18000 ગામડાઓમાં આયોજન કરવામાં આવ્યું હતું. ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા સ્વદેશીની હાકલ કરી છે. જે વિચાર મહાત્મા ગાંધીજી દ્વારા પણ આપવામાં આવ્યો હતો. તારીખ 10.11.2025 થી તારીખ 15.11.2025 દરમિયાન ગુજરાત વિદ્યાપીઠ ના તમામ શૈક્ષણિક બિન શૈક્ષણિક સેવકો તેમજ હાલમાં અભ્યાસ કરી રહેલા તમામ વિદ્યાર્થીઓ 175 ટુકડીમાં વહેંચાઈ ગુજરાત રાજ્યના 33 જિલ્લાઓમાં આવેલ તમામ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સ્વદેશી, સ્વાવલંબન અને સરદાર વિષય પર માહિતી આપી રહી આપી રહ્યા છે.
વિશેષ નોંધ : જિલ્લા સંયોજકશ્રી આપની ટૂકડીના માર્ગદર્શકશ્રીને પણ આ વિગતો મોકલી રહ્યા છીએ. આપ આપની ટૂકડી કક્ષાએ દરેક માર્ગદર્શકને આ પ્રાપ્ત થઈ જાય તેની ખરાઈ કરી લેજો.